Hiren Bharwad
@hiren_aajra
जीवनेन धने नित्यं कृष्णमगतिर्मम ॥ #8182 | Educator | Bibliophile | Lectiophile | Gujarati | Jay Hind 🇮🇳
હાલ સરકારી ભરતી આવી છે તો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મિત્રોને કે વિદ્યાર્થીઓને રોજ શું કરવું કે શું ન કરવું એના સમયગાળા વિશે હજુ જોવે તેવી સમજણ પડતી નથી હોતી માટે.. એક આપ સૌને ઉપયોગી થાય તેવો થ્રેડ લખું છું કદાચ કોઈક મિત્રોને કામ લાગી જાય..👍🏻 1/n
વૈભવ. બસ એટલું મનમાં આવે છે કે જે કલાકારો આપણી વચ્ચે આજે હયાત નથી એ ઈશ્વરના દરબારમાં તો કેવી મહેફિલ જમાવતાં હશે.
આપ સૌને પવિત્ર શ્રાવણ મહિનાની શુભકામનાઓ ભગવાન ભોળિયો નાથ સૌના ઓરતા પૂરા કરે અને દુઃખડા હરીને સૌને હાજાતાજા રાખે એવી પ્રાર્થના. હર હર મહાદેવ 🙏
" ખારાં પાણીને ખમ્મા " ગુજરાતી સાહિત્યમાં દરિયાઈ સાહસકથાઓના બાદશાહ મનાતા એવા ગુણવંતરાય આચાર્યના પેંગડામાં પગ મુકવાનો ઉત્તમ પ્રયત્ન કર્યો છે વિષ્ણુ ભાલિયાએ એમની પ્રથમ નવલકથા સાથે જે પોતે સાગરખેડું પણ છે. વાંચવા યોગ્ય નવલકથા.

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આદર્શ અને પ્રેરણારૂપ એવા મોટાભાઈ @Sajanmer1 સાહેબશ્રીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના. સદાય વિધાર્થીઓ માટે આદર્શ રહો અને જ્ઞાનરૂપી જ્યોત સદાય પ્રજવલ્લિત રાખો એવી અભ્યર્થના 🎂🎂🎂
કોઈપણ વ્યક્તિની માનસિક મૂંઝવણ, પરિતાપનો કે સમસ્યાનો ઉકેલ, ક્યારેય કોઈ અન્ય વ્યક્તિ આપી જ શકતી નથી. તેમ છતાં પોતાનું દુઃખ હળવું કરવા કોઈના ખભાનો સંગાથ મળી રહે તોપણ માનવી હાશ અનુભવી શકે છે. આવા જ આર્ષદ્રષ્ટા મિત્રશ્રેષ્ઠ એવા @righteous_monk_ ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના ❤🍰
વર્તમાન સમયમાં તમારું જે કર્તવ્ય છે એ જ તમારો ધર્મ છે. જો તમે પરીક્ષાની તૈયારી કરતાં હો તો પુરી નિષ્ઠાથી કરો, કોઈ અર્થોપાર્જન કરતાં હો તો ઈમાનદારીથી કામ કરો કારણકે જયારે તમે તમારા કાર્યમાં આનંદ શોધી લેશો ત્યારે તમે પૂર્ણતા પ્રાપ્ત કરી શકશો.
અત્યારનો તરવરિયો જુવાન 25-30 હજાર પગારવાળી નવી નોકરીએ લાગે ત્યારે સીધો આઇફોન 16 હપ્તે છોડાવે અને શો -ઑફ કરતા હોય છે પછી જયારે મહિને ખર્ચા વધે એટલે ગોતવા નીકળે પછી પગાર 50 હજાર હોય તોય ભેગું નો થાય એટલે જ એક કહેવત છે કે પશેડી હોય એટલી જ હોડ તણાય...!
જેમના પુસ્તકથી મેં મારી વાંચનયાત્રાનો પ્રારંભ કર્યો અને એમના સર્જન "ઓથાર " તથા "આખેટ" ને અત્યાર સુધી વાંચેલી શ્રેષ્ઠ નવલકથા હું માનતો હોઉં એવા કલમના બાદશાહ "અશ્વિની ભટ્ટ" ને જયંતી નિમિત્તે વંદન. આપના શબ્દો, પાત્રો અને વાર્તાઓ થકી અમે સતત આપને પામતાં રહીએ છીએ અને પામતાં રહીશું !


આજે ગુરુપૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે નાનપણ થી મોટા કરીને ઉછેર કરનાર માતા-પિતા, શાળાશિક્ષણ આપનાર શિક્ષકશ્રી તથા હાલના તબક્કે જીવનોપયોગી જ્ઞાન જાણતા કે અજાણતા આપનાર તમામ ગુરુજનો ને શત શત વંદન... !!
ગુજરાતના ગંભીરા બ્રિજ ખાતે થયેલ દુર્ઘટના અત્યંત દુઃખદ છે. આ ઘટનામાં પ્રભુચરણ પામેલ તમામ લોકોને ભાવભીની શ્રદ્ધાંજલિ. પ્રભુ એમના દિવ્ય આત્માને શાંતિ અર્પે અને તેમના પરિવારજનોને આ અતિ દુઃખદ ઘડી સહન કરવાની શક્તિ આપે તેવી ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના. ૐ શાંતિ 🙏 #GambhiraBridge
કૃષ્ણ શબ્દ ‘કૃષ્’ ધાતુ પરથી આવ્યો છે. ‘કૃષ્’ એટલે વશ કરવું, જીતી લેવું, આકર્ષવું. જે સૌને આકર્ષે છે તે કૃષ્ણ છે.
અંતરે રહેવા છતાં, અંતરમાં મહેકતા રહી ઈષ્ટ મનની મૂંઝવણોનું સમાધાન એટલે મારા "દ્વારકાધીશ" ❤️
કોટે મોર ટહુક્યા 🦚 વાદળ ચમકી વીજ, મારા વાલા ને સોરઠ હાંભર્યો , જોને આવી અષાઢી બીજ....!!! અષાઢી બીજ ના રામ રામ 🙏🙏
શાસ્ત્રોમાં વિદ્યાર્થીના ત્રણ પ્રકાર કહ્યા છે : એક કપૂર જેવા હોય છે જે તરત જ બળી જાય છે. શિક્ષકનું કહેલું બધું જ ગ્રહણ કરી લે છે! બીજા, બાળવાના લાકડા જેવા છે જેને ગ્રહણ કરતાં,જલતાં, જરા સમય લાગે છે! અને ત્રીજા, કેળના થડની છાલ જેવા હોય છે જે બળી શકતા નથી, કંઈ જ ગ્રહણ કરી શકતા નથી.
હું તને એકવચનમાં સંબોધું અને તું આનંદપૂર્વક સાંભળી રહે એનાથી મોટું સુખ મારા માટે બીજુ કંઈ નથી. #NewProfilePic

રાજનીતિ અને હવામાં ઉડવું, એ બંને મેલેરિયા જેવા છે. એકવાર લોહીમાં ઘૂસી ગયા પછી જલદી કાઢી શકાતા નથી.
ક્યારેક એવું થતું હોય કે તમે બીજાની સામે તમારું જ્ઞાન દેખાડવા માંગતા હો કે જે તમે વાંચ્યું હોય કે તમારી કોઈ આવડત હોય પણ એમાંને એમાંજ આપણે પોતાની 90% શક્તિ બીજા લોકોને દેખાડવામાં ખર્ચી નાખીએ છીએ માત્ર ક્ષણિક વાહવાહી માટે??જો એ જ શક્તિ આપણે પોતાના લક્ષ્ય તરફ વાપરીએ તો સફળતા મળે જ.
જેને સદાય " જય શ્રી કૃષ્ણ " બોલવાની ટેવ હોય એને ક્યારેય પોતાના નસીબ પર રોવાની જરૂર નથી પડતી.