Vivek Tank- Dy.Collector
@VivekTank_GAS
GAS-2017 II Seeker | Musafir | रसो वै सः |✨What you seek is seeking you ~ Rumi✨ | Views are Personal.
NATIONAL CIVIL SERVICES DAY Greetings to all civil servants. Committed to the service of our nation. ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (GAS) નો ભાગ બનવા બદલ ગર્વ અનુભવું છું. સિવિલ સર્વિસ સિસ્ટમ એ દેશના વહીવટી તંત્રની કરોડરજ્જુ છે. #CivilServicesDay2022




૨૦૦૭ ની વાત છે. બારમું ધોરણ પાસ કરીને ફાર્મસી કોલેજમાં નવું નવું એડમિશન લઇને દાખલ થયેલ. ત્યારે હજુ મોબાઇલનો જમાનો ખાસ નહોતો. ઈન્ટરનેટ માટે સાયબર કાફેમાં જવું પડતું. મારી પાસે રિલાયન્સનો સાદો ફોન હતો. પણ ત્યારે મારી પાસે વોકમેન હતું. ને તેમાં ગઝલની કેસેટ હું ખૂબ સાંભળતો. ને…

સકળ જગત શિવ અને શક્તિનો વિલાસ શિવ એ યોગી, મહાયોગી, પરમપિતા સતીના દેહત્યાગ પછી તાંડવ કરનાર કોઈ પણ સ્વાર્થ વિના સમુદ્રમંથનનું વિષ પીનાર કોઈ પણ પર રીઝી જાય તેવા ઓઘડદાની શંભુ, ત્રિપુરારી, ત્રિલોચન, નટરાજ..... #shiv #kailash #shravan #shankar #mahadev #divinity #blessings…

** સાહિત્યકાર મનુભાઈ ત્રિવેદી 'સરોદ'ની નોંધપોથીના રહસ્યમય પ્રસંગો ** મકરન્દભાઈ પાસે મર્મી અનુભવોનો ભંડાર છે. તેમને સાંઈબાબાનું vision થયું હતું. કહે કે તું બેઠો છે તે કરતાં પણ વધારે સ્પષ્ટ. વિસ્મય થાય છે. શ્રીસાંઈબાબા ગુરુદત્તના અંશાવતાર હતા. સત્ય સાંઈબાબાને તેમણે મહાયોગી…

ઠાકુરની મહાસમાધિ ને માત્ર 2 દિવસની જ વાર છે. ઠાકુરને કેન્સરના કારણે ગળામાં દર્દ થઇ રહ્યું છે. કાશીપુરના ઘરમાં ઠાકુર પથારીમાં પડ્યા છે. નરેન્દ્ર તેમની પથારી પાસે જ ઉભા છે અને અચાનક તેમને વિચાર આવ્યો કે “પોતે ઈશ્વરનો અવતાર છે એવું ઠાકુર અનેકવાર કહી ચુક્યા છે પણ આવી અસહ્ય પીડા…

જીવન સપ્તસૂરોની બાંસુરી ! બધા જ રાગ વાગે ! માત્ર ગમતો એક જ રાગ એ વગાડે નહીં ! બાકી તો બોર થઈ જવાય ! ના ગમતાં પણ વાગે ! ને ન સાંભળેલા પણ વાગે ! ગમતા, ના ગમતા ને પેલે પાર આપણો મુકામ ! દરેક રાગમાં સમતા સાથે અનુકુળ થઈને ઊર્ધ્વ તરફ સતત ચાલ્યા કરવાનું છે ! ~ વિવેક ( Self…

આમ જોઈએ તો એમ લાગે કે દુનિયા ધીમે ધીમે ચાલે છે ! ને બીજા દ્રષ્ટિકોણથી જોઈએ તો બધું બહુ ઝડપથી પરિવર્તન પામતું લાગે ! બધું કેટલું સાપેક્ષ છે ! રાત્રે સૂઈ ને સવારે ઊઠીએ ત્યાં સુધીમાં દુનિયામાં કેટલું બધું બદલાઈ ગયું હોય છે ! શરીરમાં કેટલાય જૂના કોષો મરી ને નવા કોષોનું સર્જન…

** મા ભગવતી ** સાધનામાં જે અંગત પ્રયત્ન કરવાનો છે તેમાં અભીપ્સા, પરિત્યાગ અને સમર્પણ એમ ત્રિવિધ પુરુષાર્થનો સમાવેશ થાય છે. જેમ જેમ આ પુરુષાર્થ આગળ વધતાં ચાલે છે તેમ તેમ મહાશક્તિ પોતે જ આધારમાં સાધના કરી રહેલી છે, સાધકમાં પોતાની જાતને વધારે ને વધારે રેડી રહેલી છે, એવું ભાન…

** બાળપણનાં સંસ્મરણો - TV યુગ ** એ વખતે અમે ગીરના એક ગામડાંમાં રૂડાબાપાના વિશાળ ફળિયા વાળા ઘરમાં ના એક નાનકડા ઘરમાં ભાડેથી રહેતા. નળિયા વાળુ એક રૂમનું ઘર હતું ને એમાં જ બાજુમાં એક રસોડું. ને એક વિશાળ ઓસરી. મારી સ્મૃતિમાં એ પળો હજુ અકબંધ છે ! ટેલિફોન યુગ હજુ એટલો પ્રવેશ્યો…

કચ્છી નવું વર્ષ 'અષાઢી બીજ' ની સૌને શુભકામનાઓ #AshadhiBij #kutchinewyear #kutch

अनाथस्य जगन्नाथ नाथस्त्वं मे न संशयः । यस्य नाथो जगन्नाथस्तस्य दुःखं कथं प्रभो । Jay Jagannath ! #JayJagannath #JagannathRathYatra #Jagannath #Divine #blessings

યોગી હરનાથ અને હું બગીચામાં બેઠા હતા. રાતનો સમય હતો. આકાશમાં નક્ષત્રો ઝગમગતાં હતાં. આકાશ તરફ નજર નાખી યોગી હરનાથે કહ્યું : “જે અનંતમાં જીવે એને કશી ઉતાવળ ન હોય, જે અનંતમાં રમે એને અંધકારનો ભય ન હોય.' અસીમ આકાશમાં વેરાયેલા આ અનંત જ્યોતિકણોને જોતાં જ યોગી હરનાથનો પ્રાણ જાણે દેહની…

** વિસ્મયતા - યુનિવર્સનું ક્રિએશન, તેનો ક્રિએટર અને પૃથ્વી પર જીવન ** ૨ વિચાર એવા છે કે જેનો વિચાર કરતા કરતા જ માણસ ઊંડી વિસ્મયતામાં ડૂબી જાય ! અને ત્યારે જીવ તરીકેની પોતાની ક્ષુદ્રતાનો કે પામારતાનો અહેસાસ થાય અને ઈશ્વરની વિરાટતાની ઝાંખી થાય.. * પ્રથમ - હિસાબ કરવા બેસીઓ તો…

એક મિસ્ટિક એવા પૂજ્ય ભાઈ ( નાથાલાલ જોશી ) વિશેની અદભૂત રહસ્યમય વાતો, તેમના અંતેવાસી અનંત બુસાના મુખેથી ! પ્રથમ મુલાકાત #grace #divine #nathalaljoshi #bliss #gondal #gujarati #mystic #love #mumbai #blessings
** આજ સુધી શ્રીચૈતન્ય મહાપ્રભુ અને શ્રીરામકૃષ્ણ પરમહંસની ભાવસમાધિ વિશે વાંચ્યું હતું, આજે એ અવસ્થાના પ્રત્યક્ષ દર્શન થયાં ! ** આ શબ્દો છે ડૉ. આશાબેન આડતિયાના. તેઓ ગાયનેક ડોક્ટર છે. તેમના પિતા અશ્વિન મહેતા ભારતના ખૂબ જ પ્રખ્યાત ફોટોગ્રાફર હતા. તેઓ ભાઈને પ્રથમવાર મળ્યા બાદ વારંવાર…

બધુજ સાઈડમાં મૂકીને ! પ્રેમ કરી લો ! ચિક્કાર પ્રેમ કરી લો ! પ્રેમ જ આ જીવનની સૌથી ઊંચી ચાવી છે ! એ બધા તાળા ખોલી નાખશે ! મુત્યુ જ્યારે દરવાજો ખટખટાવશે ત્યારે અફસોસનો પાર નહીં રહે ! ~ વિવેક ( ૧૬ / ૨ / ૨૫ ) #life #death #love #loveislove #blessed #grace #key

અમદાવાદ પ્લેન ક્રેશની એ ખરેખર કાળજું કંપાવી દે તેવી હૃદય દ્રાવક ઘટના છે ! કેટલાય પરિવારોના વ્યક્તિઓ જે ગઈકાલે હસતા રમતાં હતા તે અચાનક જ ફોટોફ્રેમમાં જડાઈ ગયા... કેવી કરૂણાંતિકા ! એ તમામ યાત્રીઓ તથા રેસિડેન્ટ ડોકટર્સ તથા ભોગ બનેલ અન્ય તમામ લોકો માટે ઈશ્વરને પ્રાર્થના ! 🌸🙏🏻…
